અત્યારે બદલાતી પરિસ્થિતિ પ્રમાણે કોરોના નો બીજો સ્ટ્રેઈન ખુબ તેજી થી ફેલાઈ રહ્યો છે. દિવસે ને દિવસે આપણે આ અનુભવી રહ્યા છીએ અને સાથે સાથે આ ગંભીર પરિસ્થિતિ થી અશાંતિ ને પણ અનુભવ કરી રહ્યા છે.

સેકન્ડ સ્ટ્રેઈન ના લક્ષણો :

આ સ્ટ્રેઈન નો એક આશ્ચર્યચકિત અને ચિંતાદાયક લક્ષણ એ છે કે જે પહેલા સ્ટ્રેઈન માં બાળકો સલામત હતા, તે પણ હવે સંક્રમિત થઇ રહ્યા છે. સ્વાભાવિક છેકે આ થી માં બાપ ની ચિંતા પણ વધી રહી છે.

આ ઉપરાંત બીજા તબક્કામાં લક્ષણો સંક્રમિત થયાના થોડા દિવસો પછી જોવા મળે છે. જો કોઈને કોરોના થયો હોય તો શરીર માં શરદી , તાવ, ઉધરસ પછી જોવા મળે આવે છે. એ પહેલા શરીર માં ભયંકર દુખાવો થવો, શરીર તૂટવું કે ખુબ કળતર અનુભવ થાય છે. આ ઉપરાંત અપચો થવો, જાળા થવા, અથવા ઊલટી જેવું પણ સેકન્ડ સ્ટ્રેઈન ના લક્ષણો જોવા મળ્યા છે. અમારા જોગી આયુર્વેદ હોસ્પિટલે લોકો ઘણા ચામડીના રોગ લઈને પણ આવે છે. અને 4-5 દિવસ પછી તેમના માં કોરોના ના લક્ષણો જોવા મળે છે.

પણ આ સાથે અમે એ પણ જણાવીએ છીએ કે બીજો સ્ટ્રેઈન આવતા પહેલા સ્ટ્રેઈન ના લક્ષણો જતા રહ્યા છે કે નાબૂદ થઇ ગયા છે એવું બિલકુલ નથી. બંને લક્ષણો સાથે સાથે જોવા મળે છે. આથી જ કોરોના નું નિદાન ખુબ જ અઘરું થઈ ગયું છે.

કોરોના રિપોર્ટ અને વેક્સિન

આપણે વિચાર આવતો હશે કે જો આપણે રેપિડ ટેસ્ટ અથવા કોરોના RT -PCR ટેસ્ટ કરાવીએ તો આપને જરૂર થી કોરોના થયા નો પુરાવો મળી શકે. પણ અમારા જોગી આયુર્વેદ હોસ્પિટલ ના સ્વ-અનુભવ થી કહી શકાય કે આ બધા જ ટેસ્ટ નેગેટિવ આવ્યા છતાં પણ લોકોના ફેફસામાં 4-5 દિવસ પછી ઇન્ફેફકશન જોવા મળ્યું છે.

આ ઉપરાંત જેણે વેક્સીન ની એક ડોઝ લીધો હોય એને પણ કોરોના થયો છે. અને જેને બંને ડોઝ લીધા છે એમને પણ કોરોના થયો છે. બીજા ડોઝ લીધાના 40-50 દિવસ પછી પણ કોરોના થયો છે. દુર્ભાગ્યે જેને બંને ડોઝ લીધા હોય એને પણ critical condition માં અમે જોયા છે.

આગળ ના સ્ટ્રેઈન માં અમે સફળતાપૂર્વક હજારો લોકોને આયુર્વેદિક દવાથી સાજા કર્યા છે. આયુર્વેદિક દવાઓ થી બધી જ બીમારી જળમૂળ થી જતી જ રહે છે. પણ એનો એ મતલબ નથી કે એકવાર આયુર્વેદિક સારવાર લીધા પછી આપણે સૌ નિશ્ચિંન્ત થઇ જઇયે . અને વેકસીન લીધા પછી પણ આપણે એટલું જ સતર્ક રહેવાનું છે. જો બેદરકાર રહેશું તો આપણને દુનિયાની કોઈ પણ દવા બચાવવામાં સક્ષમ નથી. આથી અમારી તમને નમ્ર વિનંતી છે કે આપણે સાવ નિશ્ચિન્ત ના થઈએ .

ગોવેર્નમેન્ટ ના આદેશ મુજબ માસ્ક પહેરીને, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીયે, તથા વારંવાર સાબુથી હાથ ધોઈએ.

આપણા ઋષિ મુનિ એ જે પરંપરા આપી છે એને આપણે પોતાની દિનચર્યા માં વણી લઇએ . ઘણા લોકો અમને કહે છે કે હવે આ બધું કરવાથી કંટાળો આવે છે. પણ જ્યાં સુધી કપરી પરીથીતી છે ત્યાં સુધી આપણે કાંટાળા ને કોઈ સ્થાન આપીશું નહિ.

હજારો લોકો હોસ્પિટલમાં દાખલ છે. તેઓ ખુબ પીડા સહન કરી રહ્યા છે. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે એક પણ હોસ્પિટલ ના બેડ ખાલી નથી.

તો શું કરી શકાય?

આવી કઠિન પરિસ્થિતિ માં આપણે ઘરે રહીને સામાન્ય સાવચેતી રાખવાની છે. આ પહેલા પણ તમને જણાવ્યું છે કે કઈ રીતે કાળજી રાખવી. નીચે ફરીથી અમે તમને યાદ અપાવીએ છીએ. રોજ આટલું કરો :

  1. ઘર માં થી જતી વખતે કે આવતી વખતે સૌથી પહેલા 2-3 મિનિટ નાસ લો.
  2. આ સાથે અડધી ચમચી મધ અને સૂંઠ સવારસાંજ મધ સાથે લો.
  3. આના સિવાય કોઈ પણ લક્ષણો દેખાઈ તો અમે આની પહેલા આપેલા article માં બધી જ દવાઓ વિગતવાર વર્ણવેલી છે,એનું તમારા નજીક ના આયુર્વેદિક ડોક્ટર નો સંપર્ક કરીને ચાલુ કરી દો .

જો તમને કોરોના ના કોઈ પણ લક્ષણો દેખાઈ તો ટેસ્ટ ના રિઝલ્ટ ની રાહ ન જોવો. આયુર્વેદિક દવા ચાલુ કાર્યના તરત જ 4-5 દિવસ માં સહેલાઇથી તમે તેમાંથી બહાર આવી જશો. આ સામાન્ય આયુર્વેદિક દવાઓથી તમે તમારા ઘરે જ સ્વસ્થ થઈ શકશો.

આશા છે તમે તમારા મિત્રો સુધી અમારા જોગી આયુર્વેદ હોસ્પિટલ નો કોરોના થી લડવાનો સરળ રસ્તો શેર કરશો.

For Online Consultation, please call

+91 88 00 11 80 53

Sharing is caring...