ધન્વંતરિ ભગવાનની પૂજા કેમ કરવામાં આવે છે?

ધનતેરસ નો અર્થ : ધનતેરસ = ધન + તેરસ. તેરસ એટલે કે 13 મો દિવસ, કાર્તિક કૃષ્ણ ત્રયોદશી. જેમ રામનવમી નો 9 મો દિવસ તેજ રીતે ધનતેરસ નો 13 મો દિવસ. જેમ રામનવમી માં રામચંદ્ર તેવી જ રીતે ઘનતેરસ માં ધન્વંતરિ. ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરિ સમુદ્રમંથન દરમિયાન અમૃતકલશ સાથે ઉત્પન્ન થયા હતા .

સમુદ્રમંથન :સતા, અહમ અને અધિકાર માટે પહેલા દેવ અને દાનવો વચ્ચે ઘણાં યુદ્ધ થતા હતા. તેના ઉકેલ માટે બધા દેવતાઓ સુમેરુ પર્વત પર એકઠા થયા. આ દેવાસુર સંગ્રામનો ઉકેલ ભગવાન વિષ્ણુ પાસે હશે તેમ જાણી બધા જ દેવ ભગવાન વિષ્ણુ પાસે ગયા. તેના ઉકેલ સ્વરૂપ ભગવાન વિષ્ણુએ સમુદ્રમંથન દ્વારા અમૃતપ્રાપ્તિ નું સુંચન કર્યું.

સમુદ્રમંથન માટે મંદ્રાચલ પર્વત નો મથાની તરીકે વાસુકિ નાગ નો નેતી તરીકે ઉપયોગ કરાયો હતો. સમુદ્રમંથન દરમિયાન સર્પના મુખ તરફના ભાગમાં દાનવો અને પુંછ તરફ દેવો હતા. તે રીતે સમુદ્રમંથનની શરૂઆત થઈ. સમુદ્રમંથન દરમિયાન 14 રત્નો ઉત્પન્ન થયા હતા. અનેક શાસ્ત્રો માં આ રત્નોના નામ અને ક્ર્મમાં મતમતાન્તર છે પરંતુ ” શ્રીમદ્ ભાગવત પુરાણ ” નો ક્ર્મ અધિક સુસંગત અને યુક્તિયુક્ત છે. જેના વિશે ટુકમાં જણાવીશ.

1 2 1
4 1
4

સમુદ્રમંથન થી ઉત્પન્ન થયેલ 14 રત્નો :

સમુદ્રમંથન દરમિયાન સૌપ્રથમ કાલકુટ વિષની ઉત્પતિ થઈ તેની ગંધમાત્રથી લોકો મૂર્છિત થતા હતા આવી. અવસ્થામાં બધા જ દેવ શિવના શરણમાં ગયા. ભગવાન શિવ એ આ વિષને ખોબામાં લઈ ઘારણ કર્યું જેથી તેઓ નીલકંઠ તરીકે ઓળખાયા. ભગવાન શિવ દ્વારા વિષપાન કરવાથી બધાજ દેવાસુર આનંદમાં આવી સમુદ્રમંથન કરવા લાગ્યા જેથી કામઘેનુ નુ પ્રાગટ્ય થયું. લોકોની માતા સ્વરૂપ 5 ગાય ઉત્પન્ન થઈ જેમના નામ અનુક્રમે નંદા, સુભદ્રા, સુરભિ, સુશીલા, બહુલા છે. જેમણે ઋષિઓ દ્વારા ગ્રહણ કરવામાં આવી.

ત્યારબાદ અનુક્રમે ઉચ્ચે: શ્રવા અશ્વ ની પ્રાદુભાગ થયો. જેણે ભગવાન સુર્યનારાયણ એ ગ્રહણ કર્યો. અશ્વરત્ન બાદ એરાવત હાથી નો પ્રાદુભાવ થયો. સફેદ રંગના ચાર દાંતવાળા હાથીને વબુધારી ઇન્દ્ર દ્વારા ગ્રહણ કરાયો. ત્યારબાદ કૌસ્તુમ મણિ કે જેને શ્રીહરિ  દ્વારા ઘારણ કરાયું. ત્યારબાદ કલ્પવૃક્ષનો પ્રાદુભાવ થયો જેને ઈન્દ્ર એ લઈ નન્દનવન માં સ્થાન આપ્યું. જેની નીચે બેસવા માત્ર થી કરવામાં આવતી સંકલ્પના પૂરી થતી હતી. ત્યારબાદ અપ્સરા, ભાક્ષ્મીજી વારૂણી અને છત્ર નો પ્રાદુભાવ થયો ત્યારબાદ કુંડલ ઉદ્દભવ્યા જેને દેવમાલા અદિતી ને અર્પિત કરવામાં આવ્યા.

કુંડલ બાદ 12 માં રત્ન તરીકે ભગવાન ધન્વંતરિ નો પ્રાદુભાવ થયો. જેમણે ભગવાન વિષ્ણુના 12 મો અવતાર માનવામાં આવે છે. અમૃતકળશ હાથમાં ધારણ કરી ભગવાન પ્રગટ થયા હતા આમ ભગવાન ધન્વંતરિ અને અમૃતકળશ બંને સાથે ઉત્ત્પન થયા. આ અમૃત ના પાન થી દેવાસુરો અજર અમર બનવાના હતા. અમૃતકળશ જોતા જ અસુરો દ્વારા છલકપટ થી ગ્રહણ કરવામાં આવ્યુ અને તેને લઈને ભાગી ગયા. તેથી દેવની ચિંતામાં વધારો થયો. તેના ઉકેલ સ્વરૂપ ભગવાન વિષ્ણુના અવતાર મોહિની નો 14 માં રત્ન તરીકે પ્રાદુભાવ થયો.

આ મોહિની સ્વરૂપ દેખાવામાં એટલું સુંદર હતુ જેને જોઈને સ્વયં ભગવાન શિવ ઉપરાંત દૈત્ય, દાનવ, દેવો મોહિત થયા હતા. મોહિત થયેલા દૈત્યો એ અમૃતકલશ મોહિની ને આપ્યું જેના દ્વારા દેવો અને દૈત્યોમાં સરખી વહેંચણી કરવામાં આવી જેથી તેઓ અજર અમર બની ગયા. મત્સ્યપુરાણમાં આયાર્ય સૂતજી જણાવે છે કે ઉત્પન્ન થયેલ ધન્વંતરિ ભગવાન ને સુર્યનારાયણ સાથે લઈ ગયા હતાં. અમૃતકલશ અમૃત દ્વારા ભગવાન ધન્વંતરિએ દેવ અને દેત્યોની ખરા અને  વ્યાધિ નો નાશ કર્યો હતો. ત્યારબાદ આયુર્વેદ નું જ્ઞાન ભગવાન સુર્યનારાયણ પાસેથી લીધું હતું.

બ્રહમવૈ વર્તપુરાણમાં બુહમખંડ ના 16 માં અધ્યાયમાં જણાવ્યા પ્રમાણે ભગવાન સુર્યનારાયણના 16શિષ્યો હતા જેમાં અનુક્રમે ધનવંતરિ, કાશિરાજ, દિર્વાદાસ, બન્ને અશ્વિનીકુમાર, નકુલ, સહદેવ, સૂર્યપુત્ર યમ, ચ્યવન, જનક, બુધ, જબાલ, જોજલિ, પૈલ, કરથ અને ઓગસ્ટનનો સમાવેશ થાય છે. 

સમુદ્રમંથન દ્વારા ઉત્પન્ન થયેલ ભગવાન ધન્વન્તરિ એ “ચિકિત્સા તત્વ વિજ્ઞાન ” ની રચના કરી. ધન્વરાજા ના પુત્ર તરીકે ઉત્પન્ન થયેલ કાશિરાજ઼ ધન્વન્તરિ “ચિકિત્સા કૌમુદી” ની રચના કરી . તેમના પુત્ર કેતુમાન થયા અને કેતુમાન ના પુત્ર શ્રીમરથ થયા. શ્રીમરથ ના  પુત્ર તરીકે ફરી દિવોદાસ ધન્વન્તરિ નો પ્રાદુભાવ થયો. જેમણે ” ચિકિત્સા દર્પણ”ની રચના કરી.

દીવોદાસ ધનવન્તરિ ના લગ્ન દ્ખદવતી થયા જેનાથી પ્રતદન પુત્ર ની પ્રાપ્તિ થઈ. પુત્ર પ્રતદન યશસ્વી અને ખુબ જ શકિતશાળી હતા. સમગ્ર પૃથ્વી ને શત્રુ રહિત બનાવી હતી તેથી તેમને “અજ્ઞાતશત્રુ” તરીકે પણ ઓળખવામાં આવે છે. રાજ્યને સુરક્ષિત જોતા દીવોદાસ ધન્વન્તરિ વનવાસ કર્યો જ્યાંથી આયુર્વેદનો પ્રાદુભાવ થયો. તેમના ઓપધેનવાય, વૈતરણ, ઔરભુ, પૌષફલાવત, કરવીર્ય, ગૌપુરક્ષિત, સુશ્રુત આદિ શિષ્યો હતા. અત્યારે હાલમાં આચાર્ય સુશ્રુત દ્વારા રચિત સુશ્રુત સંહિતા ઉપલબ્ધ છે.

પ્રત્યેક જન્મમાં ધન્વન્તરિ આયુર્વેદ નું અધ્યયન – -અધ્યાપન કરતા હતા.  સમુદ્રમંથનનો દ્રધૃત આદિદેવ ધન્વન્તરિ ભગવાન સુર્ય પાસેથી ધન્વપુત્ર ધન્વન્તરિ કુલગુરુ મહર્ષિ ભારદ્વાજ પાસે થી આયુર્વેદ વિદ્યા પ્રાપ્ત કરી આયુર્વેદ ને આઠ ભાગમાં વિભાજીત કર્યું કાશિરાજ઼ દિવોદાસ ધન્વન્તરિ એ સુશ્રુત આદિ ને આયુર્વેદનુ અધ્યયન કરાવ્યુ હતું.

આમ, આરોગ્યના અધિષ્ઠાતા અને આયુર્વેદના પુવર્તક દેવતા ભગવાન ધનવન્તરિ છે. જેની પુજા અર્ચના થી આપણે આપણી વ્યાધિ માંથી મુકત થઈ શકીયે છીએ.

ॐ नमो भगवते धन्वंतरये अमृत कलश हस्ताय । सर्वामय विनाशय, श्री विष्णवे ठः ठः स्वाहा

” હે અમૃતકલશ ધારણ કરનાર ભગવાન ધન્વન્તરિ સર્વ પ્રકારના રોગનો નાશ કરો “

આમ, ધનતેરસના પવિત્ર દિવસે જોગી આયુર્વેદ હોસ્પિટલ દ્વારા ભગવાન ધન્વંતરિની પૂજા અને ધન્વંતરિ યજ્ઞ કરવામાં આવ્યો હતો. જે યજ્ઞમાં જોગી આયુર્વેદ હોસ્પિટલના તમામ ડોકટરોએ ભાગ  લીધો અને તમામ જોગી પરિવાર ના લોકો એ તમામ દર્દી ના સ્વાસ્થ્ય નિરામય અને નીરોગી બને એવી અર્ચના ભગવાન ધન્વંતરિને કરવામાં આવી હતી.

|| જય ધન્વંતરિ જય આયુર્વેદ ||

|| जय धन्वन्तरि जय आयुर्वेद ||

Sharing is caring...